ભારત પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાની શરૂઆત થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એરસ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે. દુનિયાના અનેક દેશો ભારત સાથે સંપર્કમાં છે. એવામાં ઈઝરાયલે આ કાર્યવાહી બાદ ભારતને ખુલ્લુ સમર્થન આપ્યું છે.
ભારતમાં ઈઝરાયલના એમ્બેસેડરે X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, 'ભારતને આત્મરક્ષણનો અધિકાર છે. આતંકવાદીઓને ખબર પડવી જોઈએ કે નાગરિકો વિરુદ્ધ જઘન્ય ગુના બાદ તેમના માટે બચવા માટે કોઈ જગ્યા નથી.'
બીજી તરફ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું છે કે, 'હું ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે. શાંતિ સ્થાપના માટે બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરીશું.' અમેરિકાના વિદેશ મંત્રાલયનો દાવો છે કે ભારતીય NSA અજિત ડોભાલે અમેરિકાના NSA સાથે વાતચીત પણ કરી છે.