કોંગ્રેસ છોડીને ગયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટનું નામ લીધા વિના કે તેમની ટીકા કર્યા વિના રાહુલ ગાંધીએ પાર્ટી સાથે નાતો તોડનાર યુવાન નેતાઓની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે યુવા નેતાઓનાં જવાથી કોંગ્રેસને કશું નુકસાન થવાનું નથી ઊલટાનું આને કારણે નવા નેતાઓ માટે જગ્યા ઊભી થશે. પક્ષની વિદ્યાર્થી નેતાઓની પાંખ NSUIને સંબોધતા રાહુલે કોઈ નેતાનાં નામનો ઉલ્લેખ કર્યો ન હતો પણ તેમનો ઇશારો સ્પષ્ટપણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અને એમપીમાં કોંગ્રેસની સરકાર ઊથલાવનાર જ્યોતિરાદિત્ય સિંધિયા તરફ તેમજ પક્ષ સાથે મતભેદો પછી રાજસ્થાનનાં ડેપ્યુટી સીએમ પદેથી તેમજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી હાંકી કાઢવામાં આવેલા સચિન પાયલટ તરફ હતો.