રાજસ્થાનના રણસંગ્રામમાં કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસ પાર્ટી સોમવારે દેશભરમાં ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસે સોમવારે સવારે 11 વાગ્યે દેશભરના રાજભવનો, ઉપરાજ્યપાલોના નિવાસસ્થાન બહાર ભાજપ વિરુદ્ધ 'લોકતંત્ર બચાઓ-સંવિધાન બચાઓ'ની માંગ સાથે કોંગ્રેસના કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરશે.
દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરતા કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી.વેણૂગોપાલે આરોપ લાગાવ્યો કે દેશના બંધારણીય અને લોકતાંત્રિક માળખા પર ભાજર હુમલો કરી રહી છે. પૈસાના દમ, ભય અને બંધારણીય સંસ્થાઓનો દુરઊપયોગ કરી ભાજપ, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરી રહી છે.
રાજસ્થાનના રાજ્યપાલ પર પ્રહાર કરતા વેણૂગોપાલે કહ્યું કે, રાજ્ય મંત્રિમંડળની ભલામણ છતાં રાજ્યપાલ વિધાનસભા સત્ર નથી બોલાવી રહ્યાં, જેથી ધારાસભ્યો ખરીદી-વેચાણને પ્રોત્સાહન મળે. ગંદા રાજકારણ માટે ભાજપ રાજ્યપાલ જેવા બંધારણીય પદનો દુરઉપયોગ કરી રહ્યું છે.