અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનની તૈયારી વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લઇને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. નિર્વાણી છાવણીના મહતં ધર્મદાસે પીએમઓને લીગલ નોટિસ મોકલીને ટ્રસ્ટમાં સ્થાન ન મળવા પર રોષ જાહેર કર્યેા છે.
નોટિસમાં દર્શાવવામાં આવ્યુ છે કે, નિર્વાણી અખાડાએ રામ જન્મભૂમિ વિવાદની કાયદાકીય લડાઇમાં મહત્વની ભૂમિકા ભજવી છતા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં તેને સ્થાન નથી મળ્યુ. મહતં ધર્મદાસે નિર્વાણી અખાડાને ટ્રસ્ટમાં સામેલ કરવાની માંગ કરતા કહ્યુ છે કે, બે મહિનાની અંદર તેમને નવા રામ મંદિરના પુજારી તરીકે નિમવાનો નિર્ણય લેવામાં આવે.
નિર્વાણી અખાડાના મહંતનું કહેવુ છે કે, તેમની માંગ પર વિચાર કરવામાં ન આવ્યો તો તેઓ કાયદાનો સહારો લેશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં લડાઇ દરમિયાન નિર્વાણી અખાડો પક્ષકાર તરીકે સામેલ હતો, જેને લઇને મહતં ધર્મદાસે પુજારીની ગાદી પર દાવો માંડ્યો છે.