ભારતમાં માર્ચ મહિનાથી શરૂ થયેલી કોરોના મહામારી હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. દેશમાં કોરોના સંક્રમણથી પીડાતા દર્દીઓની કુલ સંખ્યા ૪ લાખને પાર કરી ગઇ છે. દેશમાં કોરોના વાઇરસનાં સંક્રમણનો ભોગ બનેલાઓનાં મોતનો આંકડો પણ ૧૩,૦૦૦ને પાર કરી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર રવિવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ ૧૫,૪૧૩ નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. આ સાથે દેશમાં કોરોના સંક્રમણના કેસનો કુલ આંક ૪,૧૦,૪૬૧ ઉપર પહોંચી ગયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૬ કોરોના પીડિત દર્દીઓએ જીવ ગુમાવતાં મોતનો કુલ આંકડો ૧૩,૨૫૪ થયો હતો. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલ દેશમાં કુલ ૧,૬૯,૪૫૧ કોરોનાના એક્ટિવ કેસ છે જ્યારે ૨,૨૭,૭૫૬ દર્દીઓની સફળ સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવાયા છે. આ સાથે ભારતમાં કોરોનાના દર્દીઓમાં રિકવરી રેટ ૫૫.૪૯ ટકા થયો છે.