દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 52,050 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 803 લોકોના મરણ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા પોઝિટિવ કેસ ઉમેરવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 18,55,746 પર પહોંચી ચૂક્યો છે. જેમાંથી 5,86,298 એક્ટિવ કેસ છે અને 12,30,510 લોકો સારવાર બાદ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધી 38,938 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
જ્યારે સોમવારે દેશમાં 43.070 દર્દીઓ સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સાથે જ દેશમાં કોરોનાનો રિવકરી રેટ 66.34 ટકા પર પહોંચ્યો છે. એટલે કે દર 100 કોરોના દર્દીઓમાંથી 66 લોકો સ્વસ્થ થઈ રહ્યાં છે.