વિશ્વ આરોગ્ય સંગઠનનું (WHO) એવું માનવું છે કે કોવિડ-૧૯ ના બચાવ માટે રસી બનાવવાની હોડ ચાલી રહી છે પરંતુ કોરોનાની કોઈ રામબાણ રસી કે દવા બનાવવી શક્ય જ નથી. WHO ના ડિરેક્ટર ટેડ્રોસ એડનમે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હાલમાં તો કોરોનાનો કોઈ રામબાણ ઈલાજ નથી પરંતુ કદાચ ભવિષ્યમાં પણ નહીં હોય. તેમણે કહ્યું કે હાલમાં પરિસ્થિતિ સુધરતા થોડો સમય લાગશે. ૩ મહિના પહેલાં ઈમરજન્સી કમિટીની બેઠક યોજાઈ હતી. તે પછી દુનિયાભરમાં સંક્રમણના કેસ પાંચ ગણા વધારે ૧.૭૫ કરોડ થઈ ગયા હતા. ભારત અને બ્રાઝિલ જેવા દેશમાં સંક્રમણનો રેટ ઘણો વધારે છે અને તેણે હજુ પણ લાંબી લડાઈ માટે તૈયાર રહેવું પડશે. ટેડ્રોસે તમામ દેશોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટસિંગનું કાયમી ધોરણે પાલન કરવા, વારંવાર હાથ ધોવા તથા ટેસ્ટ કરાવવા પર ખાસ ધ્યાન આપવાની અપીલ કરી હતી.