ભારતમાં વિકરાળ બનેલી કોવિડ-૧૯ની મહામારી દેશના રાજકીય ગલિયારાથી બોલિવૂડના સિતારાઓ સુધી ઉત્પાત મચાવી રહ્યો છે. ભારત સરકારમાં નંબર ટૂ ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના ટેસ્ટ રવિવારે પોઝિટિવ આવતાં હડકંપ મચી ગયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ટ્વિટમાં જણાવ્યું હતું કે, મારામાં કોરોના વાઇરસના પ્રારંભિક લક્ષણ દેખાતાં મેં ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે પરંતુ ડોક્ટરોની સલાહ પર હું મેદાંતા હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. અગાઉના કેટલાક દિવસ દરમિયાન મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને હું પોતાને આઇસોલેટ કરી ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરું છું. ૨૪મી જુલાઇએ અમિત શાહે મણિપુર, લીશેમ્બા સનાજાઓબાથી રાજ્યસભામાં ભાજપના નવા ચૂંટાયેલા સાંસદો સાથે મુલાકાત કરી હતી. ૨૧મી જુલાઇએ કેન્દ્રીય ગૃહમંત્રી ભગવાનલાલ સાહનીના નેતૃત્વમાં મળવા આવેલા રાષ્ટ્રીય પછાતવર્ગ પંચના પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ ઉપરાંત અમિત શાહે કેબિનેટની બેઠકો તેમજ લોકમાન્ય તિલકને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.