Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

AIIMS દિલ્હીમાં કોરોના વાયરસની સ્વદેશી વૅક્સીન કોવૅક્સીન (Covaxin)નું હ્યુમન ટ્રાયલ આજથી શરૂ થવા જઈ રહ્યું છે. અગાઉ શનિવારે જ દિલ્હી AIIMSની એથિક્સ કમિટીએ કોરોના વેક્સિન Covaxinના હ્યૂમન ટ્રાયલના ફેઝ-1ને મંજૂરી આપી હતી.

એવું કહેવાઈ રહ્યું છે કે, હ્યુમન ટ્રાયલ માટે 10 કલાકની અંદર 1000થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હાલ દિલ્હી-NCRમાં રહેતા લોકોને જ માત્ર એનરોલમેન્ટની મંજૂરી આપવામાં આવી છે. વૅક્સીનને લઈને અન્ય 12 સેન્ટર્સે પહેલા જ પરીક્ષણ શરૂ કરી દીધુ છે, કારણ કે તેમને પહેલા જ મંજૂરી મળી ચૂકી છે.

આ અંગે AIIMSના પ્રોફેસર ડૉ સંજય રાવના જણાવ્યા પ્રમાણે, માત્ર 18 વર્ષથી ઉપર અને 55 વર્ષની નીચેના લાકોને જ ટ્રાયલમાં ભાગ આપવામાં આવ્યો છે. જે વ્યક્તિ પર કોરોના વૅક્સીનનો ટ્રાયલ કરવામાં આવશે. તેનો કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાત બ્લડ, લીવર, બીપી અને કિડની સહિત તમામ ટેસ્ટમાં સ્વસ્થ મળી આવનાર લોકોને જ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ