કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. 15-ઓગસ્ટે કોરોનાની વૅક્સીન કોવૅક્સીન લૉન્ચ કરવામાં આવી શકે છે. આ વૅક્સીનને ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયૉટેક દ્વારા તૈયાર કરાઈ છે. ભારત બાયૉટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી આ વૅક્સીનનું લૉન્ચિંગ સંભવ છે.
તાજેતરમાં જ કૉવૅક્સીનના હ્યૂમન ટ્રાયલની મંજૂરી મળી છે. ICMR તરફથી જાહેર કરવામાં આવેલા લેટર પ્રમણા, 7 જુલાઈથી હ્યૂમન ટ્રાયલ માટે ઈનરોલમેન્ટ શરૂ થઈ જશે. જે બાદ જો તમામ પ્રકારના ટ્રાયલ સફળ રહ્યાં, તો આશા છે કે 15 ઓગસ્ટ સુધીમાં કોવૅક્સીનને લૉન્ચ કરવામાં આવી શકે છે. સૌથી પહેલા ભારત બાયૉટેકની વૅક્સીન માર્કેટમાં આવી શકે છે.
નોંધનીય છે કે, ભારત બાયોટેક કંપનીએ પોલિયા, રેબીજ, રોટાવાઈરસ, જાપાની ઈનસેફ્લાઈટિસ, ચિકનગુનિયા અને જિકા વાઈરસ માટે પણ વૅક્સીન બનાવી છે. હ્યુમન ટ્રાયલ માટે ઈનરોલમેન્ટની શરૂઆત 7 જુલાઈથી થઈ શકે છે. જે બાદ તબક્કાવાર ટ્રાયલ કરવામાં આવશે.