વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ શુક્રવારે જણાવ્યું છે કે જો કોરોના વાયરસનો બીજો તબક્કો શરૂ થશે તો વિશ્વભરમાં લાખો લોકોના મોટ થઇ શકે છે. WHO ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ રનીરી ગુએરાએ સ્પેનિશ ફ્લૂનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે ત્યારે મહામારી સપ્ટેમ્બર ઓક્ટોબરના ઠંડીના માહોલમાં વધી ગઈ હતી.
સ્પેનિશ ફ્લૂની બીજી લહેરમાં કરોડો લોકોના મોત થયા હતા
ઈટાલીના એક ટીવી ચેનલ સાથે વાત કરતા ગુએરા જણાવ્યું હતું કે લગભગ 100 વર્ષ પહેલા આવેલા સ્પેનિશ ફ્લૂની બીજી લહેરમાં કરોડો લોકોના મોત થયા હતા. તેમને જણાવ્યું હતું કે સ્પેનિશ ફ્લૂ પણ કોવિડની જેમ જ લક્ષણો અને વર્તન ધરાવતું હતું. ત્યારે પણ ગરમીના સમયમાં કેસની સંખ્યા ઘટી ગઈ હતી પરંતુ બાદમાં વધી ગયા હતા.
કોરોનાનો બીજો તબક્કો ચોક્કસ આવશે: ક્રિસ્ટીન લગાર્ડ
આ પહેલા યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રમુખ ક્રિસ્ટીન લગાર્ડ શુક્રવારે જણાવ્યું હતું કે જો આપણે 1918-19ના સ્પેનિશ ફ્લૂ ની મહામારી માંથી કઈ પણ શીખ્યા છીએ તો ચોક્કસ પણે કોરોનાનો બીજો તબક્કો આવી શકે છે.
શું કહે છે મહામારી નિષ્ણાતો?
આ પહેલા કેટલાંક અભ્યાસોમાં જણાવવામાં આવ્યું છે કે વધુ ગરમીમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીમું થાય છે. પરંતુ, આ એટલું ધીમું નથી થતું કે સંક્રમણ અટકી જાય. મહામારી રોગ નિષ્ણાતોનું કહેવું છે કે મહામારીના બીજા તબક્કાના પ્રસારને લઈને કોઈ ચોક્કર પરિભાષા નથી.