અમદાવાદમાં કોરોનાની સારવાર લેતી મહિલા દર્દીનું મૃત્યુ થયુ છે. જેમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 16 વર્ષીય કિશોરીનું મોત થયુ છે. મૂળ સાબરકાંઠાની યુવતી 4 જૂનના રોજ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન સાથે દાખલ થયેલ કિશોરીને રેમડીસીવીર આપી બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ સુધીમાં કોરોનાના કારણે ચાર મહિલાઓના મોત થયા છે.