ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન થઈ ગયુ છે અને આવતીકાલે 9મી જુનથી નવું શૈક્ષણિક વર્ષ 2025-26 શરૂ થશે. 35 દિવસના વેકેશન બાદ ફરીથી સ્કૂલોના કેમ્પસ વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠશે. હાલ રાજ્યમાં ગુજરાત બોર્ડ હેઠળ ધો. 1થી 12માં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની 53,000 જેટલી સ્કૂલો છે અને જેમાં, ધો.1થી 12માં એક કરોડ જેટલા બાળકો છે.