કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન દરમિયાન પથ્થરબાજ મહિલા દેખાવકારોનો સામનો કરવા માટે ખાસ મહિલા કમાન્ડોને તાલીમ અપાઈ રહી છે. સીઆરપીએફની મહિલા કમાન્ડોની આ રિઝર્વ પ્લાટૂન જમ્મુ-કાશ્મીરમાં મહિલા પથ્થરબાજોનો સામનો કરશે. તેના માટે શ્રીનગર ખાતેના સીઆરપીએફ ટ્રેનિંગ સેન્ટરમાં પાંચસો મહિલા કમાન્ડોને ખાસ તાલીમ અપાઈ રહી છે. સીઆરપીએફની આ મહિલા કમાન્ડો જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને પથ્થરબાજી જેવી ઘટનાઓને રોકવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.