પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ બંને દેશો વચ્ચે શાંતિ વાર્તા ચાલી રહી છે. આ વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહ શુક્રવારે લદાખની મૂલાકાતે જશે. સરહદ પર રાજનાથસિંહ સૈનિકો અને કમાન્ડરો સાથે મુલાકાત કરીને ભારતયી સેનાની તૈયારીઓની સમીક્ષા કરશે.
સરકારી સુત્રો તરફથી મળતી જાણકારી મુજબ, લદાખમાં રાજનાથસિંહ ઘાયલ સૈનિકો સાથે મુલાકાત કરવા માટે હોસ્પિટલ પણ જશે. રાજનાથસિંહની સાથે સાથે સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે પણ શુક્રવારે પૂર્વ લદાખની મુલાકાત લેશે. એક અઠવાડિયા પહેલા જ સેના પ્રમુખ સરહદી વિસ્તારની મુલાકાત લઇ ચુક્યા છે. ખાસ વાત એ છે કે, રાજનાથસિંહ એ સમયે મુલાકાત પર જઈ રહ્યા છે જયારે ભારત જમીનથી હવામાં મારનારી આકાશ મિસાઈલ અને ટી-90 ટેંકને LAC પર તૈનાત કરી રહી છે.