પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ વધેલા તણાવની વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીનને સ્પષ્ટ રીતે ચેતવણી આપી છે. દિલ્હીમાં એક કોવિડ સેન્ટરની મુલાકાતે પહોંચેલા રક્ષામંત્રીએ કહ્યું છે કે ભારત દરેક મોરચે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે રક્ષામંત્રી રાજનાથ સિંહ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની સાથે કોવિડ-19નાં દર્દીઓની સારવાર માટે બનેલી 1,000 બેડવાળી અસ્થાયી હૉસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.