સીબીઆઇએ દિલ્હી સ્થિત એક જ્વેલરી નિકાસકાર અને બે કંપનીઓના ડિરેક્ટરો સામે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ સાથે રૂપિયા ૩૮૯.૮૫ કરોડની છેતરપિંડી કરવાના આરોપસર કેસ નોંધ્યો છે. આ જ્વેલરી નિકાસકારે બેન્કના કેટલાક અધિકારીઓ અને કેટલીક છદ્મ નાણાકીય સંસ્થાઓની મદદથી આ છેતરપિંડી આચરી હતી.