આતંકી હુમલાની શકયતાને જોતા દિલ્હીમાં હાઈએલર્ટ આપવામાં આવી છે. ન્યુઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હી પોલીસને આતંકી ખતરાનું ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યું છે. 4-5 આતંકવાદીઓ દિલ્હીમાં ઘુસી શકે છે.
દિલ્હીના તમામ 15 ડિસ્ટ્રીકટ પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલ પણ હાઈએલર્ટ પર છે. રાજ્યની સીમાઓ પરની અવર-જવર પર નજર રાખવામાં આવી રહી છે. બજારો અને હોસ્પિટલમાં દેખરેખ વધારવામાં આવી છે.
કાશ્મીરનું રજિસ્ટ્રેશન ધરાવતી કારની શોધખોળ
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીરથી આતંકીઓ ટ્રકમાં રવાના થયા છે. તેઓ બસ, કાર અથવા ટેક્સીથી દિલ્હીમાં ઘુસી શકે છે. દિલ્હીના તમામ હોટલ અને ગેસ્ટ હાઉસ પર નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં કાશ્મીરનો રજીસ્ટ્રેશન નંબર ધરાવતી કારની શોધખોળ ચાલુ છે. તમામ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.