અયોધ્યામાં બનનારા ભવ્યાતિભવ્ય રામમંદિરનાના ભૂમિપૂજનની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. બુધવારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લાખો ભક્તોની આસ્થાના પ્રતીક સમાન રામ મંદિરના નિર્માણનો પ્રારંભ કરવામાં આવશે. લંકા વિજય બાદ રામ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે જે માહોલ અને ઉત્સાહ લોકોમાં હતો તેવો ઉત્સાર ફરી એક વખત દેશભરમાં રામભક્તોમાં જોવા મળી રહ્યો છે. અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે. દિવાળીની ઉજવણી જેવો માહોલ તૈયાર કરવામાં આવ્યો છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામમંદિરના ભૂમિપૂજનની વિધિ કરવામાં આવશે. તેઓ મંદિરનિર્માણ માટે શિલાન્યાસ વિધિ પણ કરવાના છે. વડા પ્રધાન મોદી ઉપરાંત મોહન ભાગવત, આનંદીબહેન પટેલ પણ આ પૂજનવિધિમાં વિશેષ હાજરી આપવાનાં છે.