કોરોના મહામારીના વધતા પ્રસારના કારણે ચાલુ વર્ષે યોજાનારી અમરનાથયાત્રા રદ કરી દેવાઇ છે. સતત બીજા વર્ષે અમરનાથયાત્રા રદ કરાઇ છે. ૨૦૧૯માં કેન્દ્ર સરકારે આર્િટકલ ૩૭૦ રદ કરી જમ્મુ-કાશ્મીરનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કરવાની જાહેરાત કરતાં તે સમયે ચાલી રહેલી અમરનાથયાત્રા અધવચ્ચે સ્થગિત કરી દેવાઇ હતી. અમરનાથ શ્રાઇન બોર્ડે મંગળવારે જણાવ્યું હતું કે, બોર્ડે વ્યથિત હૃદય સાથે અમરનાથયાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીના પ્રસારને જોતાં અમરનાથયાત્રા યોજવી હિતાવહ નથી.