લદાખમાં LAC પર ચીન સાથે સંઘર્ષ વધવાથી કેન્દ્ર સરકારે ત્રણે સુરક્ષા દળોને 500 કરોડ રુપિયા સુધીના હથિયારો ખરીદવાની મંજૂરી આપી છે. માહિતી મુજબ જરુરી હથિયારોની ફાસ્ટ ટ્રેક પ્રોસિજર હેઠળ હથિયારો ખરીદવા માટે ત્રણે સેનાના પ્રમુખને ઇમરજન્સી ફંડ આપવામાં આવ્યુ છે.
આ પહેલા ઉરી હુમલા અને પાકિસ્તાન વિરુદ્ધ બાલાકોટ એરસ્ટ્રાઇક પછી પણ ત્રણે સેનાને ઇમરજન્સી ફંડ આપવામાં આવ્યુ હતું. ભારતીય સેનાને આ પ્રકારના ફંડ આપવાનો મુખ્ય હેતુ કોઇપણ પડકાર સામે શોર્ટ નોટિસ પર તૈયાર થવાનો છે.
ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તાર વધારવાની હરકતો હેઠળ ચીને ગલવાનમાં ભારતીય સેના પર હિંસક હુમલો કર્યો હતો, આ દરમિયાન બંને સેના વચ્ચે હિંસક અથડામણના ગંભીર પરિણામ આવ્યા. આ અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા જ્યારે ચીનના 43 સેનિકો માર્યા ગયા હતા. વર્તમાન સમયમાં પણ આ વિવાદ વધી જ રહ્યો છે, જેને લઇને મહાસત્તાઓ પણ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે.