Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નોટબંધી અને જીએસટીને કારણે દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે તેવા વિરોધીઓનાં આક્રમણ સામે મોદી સરકારના હાથમાં મૂડીઝ, વર્લ્ડબેન્કનાં રેટિંગ બાદ હવે જીડીપીનું શસ્ત્ર આવી ગયું છે. સતત પાંચ ત્રિમાસિકથી ઘટી રહેલા જીડીપીના દરમાં જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૧.૬ ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. એપ્રિલ-જૂનમાં નોંધાયેલો ૫.૭ ટકાનો જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરમાં ૬.૩ ટકા પર પહોંચી જતાં મોદી સરકારને મોટી રાહત મળી છે. અર્થતંત્રમાં ગ્રોસ વેલ્યૂએડેડનું મૂલ્ય અગાઉના ત્રિમાસિકના ૫.૬ ટકાની સામે ૬.૧ ટકા રહ્યું હતું. જોકે આઠ કેન્દ્રવર્તી સેક્ટરના ઉદ્યોગોમાં અગાઉના ત્રિમાસિકના ૭.૧ ટકાના દરમાં ઘટાડો થયો છે. ઓક્ટોબર મહિનામાં આ આઠ સેક્ટરનો વૃદ્ધિદર ૪.૭ ટકા પર પહોંચી ગયો છે, તે ઉપરાંત મોદી સરકાર માટે મોટી ચિંતાનો વિષય બને તેવી અંદાજપત્રીય ખાધ ઓક્ટોબરમાં ૯૬ ટકાને પાર કરી ગઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ