Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણિયા અને મોઝર બેયર કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર રતુલ પુરીની સોમવારે રાતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) ધરપકડ કરી હતી. મંગળવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. તેની આગોતરા જામીનની અરજી પણ ફગાવી દેવામાં આવી છે. ઈડીએ તેના ૧૪ દિવસના રિમાન્ડ માગ્યા છે. મોઝર બેયર કંપનીના ૩૫૪ કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં આ કાર્યવાહી થઈ છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ફરિયાદ પર સીબીઆઇએ રતુલ પુરી અને અન્ય ચાર સામે રવિવારે કેસ નોંધ્યો હતો. ઈડીએ મની લોન્ડરિંગ હેઠળ રતુલ પુરીની ધરપકડ કરી છે.
રતુલ પુરીએ ૨૦૧૨માં જ મોઝર બેયરમાંથી રાજીનામું આપી દીધું હતું પણ તેના પપ્પા દીપક પુરી અને મમ્મી તથા કમલનાથની બહેન નીતા પુરી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન ધરાવે છે. સીબીઆઇએ દીપક અને નીતા પુરી ઉપરાંત સંજય જૈન અને વિનીત શર્મા સામે કેસ નોંધ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ