-
ભાજપે રાજસ્થાન સહિતના 3 રાજ્યો ગુમાવતાં તેની અસર થઇ હોય તેમ લોકોને રાહત આપવા જીએસટીના સ્લેબમાં ફેરફારો કરીને 33 ચીજ-વસ્તુઓ સસ્તી કરવામાં આવી છે. જેમાં 27 ચીજ વસ્તુઓને 18 ટકામાંથી 12 ટકામાં લઇ જવામાં આવી છે. એટલે આ 27 ચીજ વસ્તુઓ પર 6 ટકા જીએસટી ઘટાડવામાં આવ્યો છે. 7 ચીજવસ્તુઓને 28 ટકાના સ્લેબમાંથી 18 ટકામાં લઇ જઇને 10 ટકા જીએસટી ઘટાડવામાં આવી છે.
* જે સસ્તુ થયું છે તેમાં 100 રૂપિયા સુધીની સિનેમા ટિકિટ પર હવે 18 ટકાને બદલે 12 ટકા જીએસટી લાગશે. 6 રૂપિયાનો ફાયદો થશે.
* 100થી ઉપરની સિનેમા ટિકિટ પર કોઇ રાહત નથી. એટલે 28 ટકા જીએસટી લેવાશે.
* ટીવી અને મોનિટર્સ પરનો જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી 10 ટકાની રાહત આપવામાં આવી છે.
* કોમ્પ્યુટર મોનિટર, પાવર બેંક, યુપીએસ, ટાયર, એ.સી., ડીજીટલ કેમેરા, વોશિંગ મશીન અને પાણી ગરમ કરનાર હીટર સસ્તા થયા છે.
* 32 ઇંચ સુધીના ટીવી પર 28 ટકામે બદલે 18 ટકા જીએસટી લેવાશે.
* ધાર્મિક હવાઇ સેવાઓ પર હવે માત્ર 5 ટકા જીએસટી લાગશે.
*સિમેન્ટ, એ.સી. અને ડિશવોશર પર 28 ટકા જીએસટી લેવાશે.
* 28 જેટલી ચીજ વસ્તુઓ સિવાય બાકીની તમામ 18 ટકા અને તેનાથી ઓછા ટકાવાળા સ્લેબમાં છે. જેમાં લકઝુરીયસ અને હાનિકારક એવા સિગારેટ,તમાકૂ વગેરે.નો સમાવેશ થાય છે.
જીએસટી રિટર્ન દાખલ કરવાની નવી સીસ્ટમ 1 જાન્યુ. 2019થી અમલમાં આવશે.