જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક ઈમરજન્સી બેઠક બોલાવી. આ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ હાજર રહ્યા હતા.