જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેનાને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં અનંતનાગમાં સોમવારે વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. જો કે હજુ સુધી આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અનંતનાગના કુલચોહર વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેના દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અથડામણણાં ત્રણેય આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા છે. હાલ સેનાના જવાનો સઘન સર્ચ ઓપરેશન કરી રહ્યાં છે.