-
ભારતના સૌથી ધનિક ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અન્ય જાણીતા પીરામલ ઉદ્યોગ પરિવારના વહુ બનવા જઇ રહ્યાં છે. ઇશા અને અજય પીરામલ પરિવારના પુત્ર આનંદની સગાઇ થઇ છે. ઇશા અને આનંદ છેલ્લા ઘણા સમયથી સારા મિત્રો પણ રહ્યાં છે અને હવે તેઓ ખૂબ ટૂંક સમયમાં જ પ્રભુતામાં પગલા પાડશે. બન્ને પરિવારોએ ગોળ-ધાણાં ખાઇને સગાઇના વધામણાં કર્યા છે. અંબાણી અને પીરામલ પરિવારો વચ્ચે વર્ષો જુના સંબંધો રહ્યાં છે. જે હવે વિધિવત વધુ ગાઢ બનશે.દેશના જાણીતા ઉદ્યોગપતિઓ દ્વારા બન્ને પરિવારોને સગાઇના શુભ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.