ગુજરાત સરકારના પુરવઠા વિભાગ સાથે મંગળવારે યોજાયેલી બેઠક અનિર્ણાયક રહેતા ગુજરાતમાં રાશનની દુકાનો 1 માર્ચે બંધ રહેશે. ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પોતાની માંગણીઓ નહીં સંતોષાતા પહેલી માર્ચે જાહેર કરેલી રાશનદુકાનદારોની હડતાળ યથાવત રાખી છે. મંગળવારે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. નોંધનીય છે કે તેઓ વડાપ્રધાન મોદીના ભાઇ થાય છે.