Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વ વિખ્યાત અને ગુજરાતના દિગ્ગજ જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલાનું આજે બપોર બાદ નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ તેમને કોરોના લક્ષણો દેખાયા હતા અને તેમનો ટેસ્ટ પણ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, આજરોજ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.

ફેફસામાં ઈન્ફેક્શનના કારણે કરાયા હતા દાખલ

બેજાન દારૂવાલાના પુત્રએ કોરોનાના લક્ષણોનો પણ ઇનકાર કરતા કહ્યું કે કે તેમને ફેફસામાં ઇન્ફેક્શન છે. જ્યોતિષી બેજાન દારૂવાલાની તબિયત લથડતા તેઓને 23મે ના રોજ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મહત્વનું છે કે તેઓને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો પણ જણાયા હતાં અને રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

કોણ હતાં બેજાન દારૂવાલા

તેઓ વિશ્વ વિખ્યાત જ્યોતિષ અને ટેરો રેડિંગ ,વાસ્તુ, હવામાન વિજ્ઞાનને લગતી બાબતોના નિષ્ણાંત હતા. નોંધનીય છે કે, દેશ અને વિદેશમાં નામાંકીત જયોતિષી તરીકે લોકચાહના મેળવનાર અને ભગવાન ગણેશજીના પ્રખર ઉપાસક હતા બેજાન દારુવાલા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો 

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને જ્યોતિષ બેજન દારૂવાવાના નિધનથી દુ:ખી છું. હું દિવંગત આત્મા માટે પ્રાર્થના કરું છું. મારી સંવેદના. નોંધનીય છે કે, બેજન દારૂવાલાનો જન્મ 11 જુલાઇ 1931ના રોજ મુંબઇમાં થયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ