મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે. અજિત પવારના નેતૃત્વ હેઠળના NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબલને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. આજે સવારે બરાબર 10 વાગ્યે મહારાષ્ટ્ર રાજભવન ખાતે આયોજિત એક સમારોહમાં છગન ભુજબલે મંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને શપથ લેવડાવ્યા હતા અને સમારોહમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, પ્રફુલ્લ પટેલ, દાદા ભૂસે, સંજય રાઠોડ, ઉદય સામંત, સુનીલ ઠાકરે, વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદે સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.