કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ડાભેલ ચેકપોસ્ટ પાસે આવેલા વિશાલ બારમાં રવિવારે રાત્રે ફાયરિંગની ઘટનામાં બે લોકોનાં મોત નિપજ્યાં હતાં. અંગત અદાવતમાં થયેલી આ ફાયરિંગની ઘટનામાં અજય અને ધીરુભાઈ નામક વ્યક્તિઓની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. બંને મૃતકો ભીમપોરના રહેવાસી હતા. ઘટના પછી આરોપી ફરાર થયા હતા અને પોલીસે તેમને ઝડપવા તપાસ હાથ ધરી છે.