Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમનો ચંદ્ર પર લેન્ડિગ સમયે બરોબર 2.1 કિમી પહેલા ISRO સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ ISROના વૈજ્ઞાનિકોની સમગ્ર દેશભરમાં પ્રશંસા કરવામાં આવી હતી, ત્યારે હવે વિદેશમાંથી પણ ISROને શુભેચ્છા મળી રહી છે. અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ ચંદ્રયાન-2 અંગે પહેલીવાર પ્રતિક્રિયા આપી હતી.

NASAISROના ભરપેટ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, અંતરિક્ષ મિશન મુશ્કેલ હોય છે. અમે ISROના ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર તેમના ચંદ્રયાન-2 મિશનને ઉતારવાના પ્રયાસની સરાહના કરીએ છીએ. તમે અમને તમારી યાત્રાથી પ્રેરિત કર્યા અને અમે તમારી સાથે આપણા સૌર મંડળ વિશે જાણવા માટે ભવિષ્યના અવસરોની રાહ જોઇ રહ્યા છે.

બીજી બાજુ UAEની સ્પેસ એજન્સીએ પણ કહ્યું હતું કે, ચંદ્રયાન-2થી સંપર્ક તૂટી જવા પર અમારી તરફથી ISROને સંપૂર્ણ સહયોગ કરવામાં આવશે. સાથે જ ભારતે આ મિશનથી સાબિત કરી દીધું છે કે, અંતરિક્ષના ક્ષેત્રમાં ભારત મોટી ભૂમિકા ભજવશે અને નવો કિર્તિમાન સ્થાપિત કરશે.

95% સલામત છે ચંદ્રયાન-2, ઓર્બિટર હજુ પણ ચંદ્રના ચક્કર લગાવી રહ્યો છે

ISRO ના એક અધિકારી કહ્યું, મિશનનો માત્ર 5 ટકા (લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવર ને) નુક્સાન પહોંચ્યું છે.જ્યારે બાકી 95 ટકા ચંદ્રયાન-2 ઓર્બિટર હજુ પણ ચંદ્રની સફળતાપૂર્ક પરિક્રમા કરી રહ્યો છે.

1 વર્ષના મિશન સુધીનું ઓર્બિટર ચંદ્રના ઘણાં ફોટા ISRO ને મોકલી શકશે. ઓર્બિટર લેન્ડરનો ફોટો પાડીને પણ મોકલી શકે છે. જેના દ્વારા સ્થિતિ કેવી છે તેની જાણ થઈ શકશે. ચંદ્રયાન-2 અવકાશ યાનમાં ત્રણ ભાગ છે. ઓર્બિટર(2379 કિલોગ્રામ, 8 પેલોડ), વિક્રમ(1471 કિલોગ્રામ,4 પેલોડ) અને પ્રજ્ઞાન(27 કિલોગ્રામ,2 પેલોડ)

વિક્રમ 2 સપ્ટેમ્બરે ઓર્બિટરથી અલગ થયું હતું. ચંદ્રયાન-2 ને આ પહેલા 22 જુલાઈએ ભારતના હેવી રોકેટ જિયોસિંક્રોનલ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ માર્ક-3 ના માધ્યમથી અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક ટૂટી ગયા પછી કહ્યું, દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ, દરેક કઠનાઈ આપણને કંઈક નવું શીખવીને જાય છે. નવા આવિષ્કારો અને નવી ટેક્નોલોજી માટે તે આપણને પ્રેરિત કરે છે અને તેના દ્વારા જ આપણી આગળની સફળતા નક્કી થશે. જ્ઞાનનો જો કોઈ શિક્ષક છે તો એ વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં નિષ્ફળતા નથી હોતી, માત્ર પ્રયોગ અને પ્રયાસ જ હોય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ