રાજ્યસભાની ચૂંટણી બાદ હવે પક્ષપલટાની મોસમ શરૂ થઈ હોય તેમ લાગે છે અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા 8 ધારાસભ્યોમાંથી પાંચ પૂર્વ ધારાસભ્યો આજે ભાજપનો ખેસ ધારણ કર્યો. બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી અને જે.વી. કાકડિયા ઉપરાંત અક્ષય પટેલ અને પ્રધ્યુમનસિંહ જાડેજા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં આ પૂર્વ કોંગી ધારાસભ્યો ભાજપમાં જાડાયા છે.
ટિકિટ પાક્કી હોવાની પણ ચર્ચા
પેટાચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જાડાયા છે. ત્યારે તેઓની પેટાચૂંટણીને લઈને ટિકિટ પાકી થઈ હોવાની પણ ચર્ચાઓ છે. ઉલ્લેખનિય છે કે પ્રજાના કામ ન થવાને લઈને પાર્ટી છોડી હોવાનું કોંગી ધારાસભ્યો રટણ કરતા જોવા મળ્યા હતા. તો સાથે જ પોતાના સમર્થકો જેમ કહે તે પ્રમાણે કામ કરશે તેવો દાવો કરતા હતા અને હવે તેઓ ભાજપનો કેસરીયો ધારણ કરશે.