રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય મેલોડ્રામા વચ્ચે લોકોને લાભ થાય તેવો એક નિર્ણય રાજ્ય કેબિનેટ દ્વારા લેવામાં આવ્યો છે. રાજસ્થાન સરકારે અતિ પછાત વર્ગમાં આવતા લોકોને વધારાની અનામતની ભેટ આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કરેલી પહેલને પગલે ગુર્જરો સહિત અતિ પછાત વર્ગ( એમબીસી)ની પાંચ જાતિઓના ઉમેદવારોને રાજસ્થાન ન્યાયિક સેવામાં એક ટકાને સ્થાને પાંચ ટકા અનામતનો લાભ મળશે. રવિવારે મળેલી કેબિનેટની બેઠક દરમિયાન અતિ પછાત વર્ગના લોકોને એક ટકાના બદલે પાંચ ટકા અનામત આપવા માટે રાજસ્થાન ન્યાયિક સેવા નિયમ, ૨૦૧૦માં થયેલા સુધારાને મંજૂરી આપવામાં આવી હતી.