બિહારમાં સતત મુશળધાર વરસાદ ચાલુ રહેતાં નદીઓ ગાંડીતૂર બની છે. સંખ્યાબંધ ગામમાં પાણી ઘૂસી જતાં જળબંબાકારની સ્થિતિ છે. રાજ્યમાં કોસી, ગંડક, કમલા બલાન અને લાલ બકેયા સહિતની આઠ નદીઓ અનેક સ્થાને ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. નેપાળ અને ઉત્તર બિહારમાં ચાર-પાંચ દિવસથી થઇ રહેલા વરસાદને કારણે ગંડક નદી ગાંડીતૂર બની છે. ગંડક નદીમાં ૩.૫ લાખ ક્યૂસેક પાણી વહી રહ્યું હોવાથી દબાણ વધી જતાં શુક્રવારે ગોપાલગંજ તેમ જ પૂર્વ ચંપારણમાં નદી પરના બંધ ત્રણ સ્થાને તુટી જતાં ૧૦૦૦ જેટલા ગામોમાં પાણી ફરી વળ્યા હતા. લોકો જીવ બચાવવા ઉચાણ ધરાવતા વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા હતા.