દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. દેશમાં પહેલી વખત એક જ દિવસમાં કોરોનાના 55 હજારથી વધુ નવા કેસ નોંધાતા કુલ આંકડો 16 લાખને ઓળંગી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 55078 કેસ નોંધાતા કુલ કેસ 16,38,870 થઈ ગયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 779 લોકોના મરણ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આજના નવા કેસ ઉમેરવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 16,38,870 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધી આ જીવલેણ વાઈરસ 35,747 લોકોને ભરખી ચૂક્યો છે.
જો કે રાહતની વાત એ છે કે, દેશમાં અત્યાર સુધી 10,57,805 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. એટલે કે તેઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. હાલ દેશમાં કોરોનાના 5,45,318 એક્ટિવ કેસ છે.