દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારને ચીનને જવાબ આપવા વિનંતી કરી છે. લદ્દાખ સરહદ વિવાદમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતી વખતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જવાનોનું બલિદાન વ્યર્થ ન જવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ સમય સમગ્ર રાષ્ટ્રએ એકજૂથ થવાનો છે અને આપણે સંગઠિત થઈને આ દુસાહસનો જવાબ આપવો જોઈએ.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે, '15-16 જૂનના રોજ ગાલવાન ઘાટીમાં ભારતના 20 જવાનોએ સર્વોચ્ય કુરબાની આપી. દેશના આ સપુતોએ અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા કરી. આ સર્વોચ્ય ત્યાગ માટે આપણે આ સાહસી સૈનિકો અને તેમના પરિવારના કૃતજ્ઞ છીએ પરંતુ આ બલિદાન વ્યર્થ ન જવું જોઈએ.'
તેમણે કહ્યું કે, દેશની સુરક્ષા, રણનીતિ અને સીમાઓના મુદ્દે વડાપ્રધાન મોદીએ સમજી વિચારીને નિવેદન આપવું જોઈએ. વડાપ્રધાને સાવધાન રહેવું જોઈએ કે આ મામલાઓમાં તેમની વાતોથી કેવી અસર પડશે. શુક્રવારે સર્વપક્ષીય બેઠકમાં મોદીના નિવેદન અંગે થયેલા વિવાદ બાદ મનમોહન સિંહે સોમવારે આ ટિપ્પણી કરી હતી.
પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, આપણે ઐતિહાસિક રસ્તે છીએ. આ વખતે સરકારના નિર્ણય અને કાર્યવાહીથી જ નક્કી થશે કે આવનારી પેઢીનું આપણા વિશે કેવું મંતવ્ય હશે.આપણી લીડરશીપે જવાબદારીઓ ઉઠાવી પડે છે. ભારતીય લોકતંત્રમાં આ જવાબદારી વડાપ્રધાન ઓફિસની હોય છે.