આજથી ગુજરાતમાં માસ્ક પહેર્યા વગર નિકળ્યા તો ખેર નથી, કારણ કે હવે રાજયમાં માસ્ક ન પહેરવા બદલ અને જાહેરમાં થૂંકવા બદલ 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને ફેલાતો અટકાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે રૂપાણી સરકારે દંડની રકમમાં વધારો કર્યો છે. આ પહેલા માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂકનારને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો.
આ સાથે જ રાજ્ય સરકારે નાગરિકો પ્રજાજનોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર ગુજરાતમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી રહે તેવી વ્યવસ્થા કરી છે.