કોરોના વાયરસ (Corona Virus) ની મહામારી વચ્ચે આજથી લોકડાઉન 5 જેને અનલોક 1 (Unlock 1) નામ આપવામાં આવ્યું છે તેનો અમલ શરૂ થઈ ગયો છે. પરંતુ તેની સાથે જ જનતાને મોટો ઝટકો પણ લાગ્યો છે. રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. તમામ ગેસ વિતરણ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ભાવવધારો તત્કાળ પ્રભાવથી લાગુ કરાયો છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL,BPCL, IOC) એ સબસિડી વગરના એલપીજી રાંધણ ગેસ સિલિન્ડર(LPG Gas Cylinder)ના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 14.2 કિગ્રાવાળા સબસિડીવગરના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 11.50 રૂપિયા વધ્યો. હવે નવો ભાવ વધીને 593 રૂપિયા થયો છે. અન્ય શહેરોમાં પણ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધ્યા છે. કોલકાતામાં 31.50 રૂપિયા, મુંબઈમાં 11.50 રૂપિયા, અને ચેન્નાઈમાં 37 રૂપિયા વધારો થયો છે.