રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ દરમિયાન અશોક ગહલોત સરકારે એક ઓડિયો ટેપ વાયરલ કરી છે. આ ઓડિયો ટેપ કાંડના કારણે રાજકારણ ગરમાવવા લાગ્યું છે. ભારતીય જનતા પાર્ટી બાદ હવે બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતીએ આ મામલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે ફોન ટેપિંગ કરીને ગેરબંધારણીય કામ કર્યું છે. તેમજ તેમણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની પણ માગ કરી છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને BSP સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા એક પછી એક એમ બે ટ્વીટ કરીને કોંગ્રેસ પાર્ટીને દગાબાજ ગણાવી છે. તેમણે અશોક ગહેલોત પર આરોપ લગાવતા કહ્યું કે ગહલોતે પહેલા BSPના ધારાસભ્યોને કોંગ્રેસમાં ખેંચી લીધા અને હવે ફોન ટેપિંગનું ગેરબંધારણીય કામ કર્યું છે. કોંગ્રેસે બીજી વખત મારી સાથે દગાબાજી કરી છે.