રાજસ્થાનમાં કોંગ્રેસની ગેહલોત સરકારનો રાજકીય ડ્રામા રવિવારે પણ ચાલુ રહ્યો હતો. અગાઉ વિધાનસભા સત્ર યોજીને પોતાની બહુમતી પુરવાર કરવા ધમપછાડા કરનાર સીએમ અશોક ગેહલોતે ગવર્નર કલરાજ મિશ્રાને વિધાનસભાનું ખાસ સત્ર યોજવા નવો પ્રસ્તાવ મોકલ્યો હતો. જેમાં ૩૧મીથી વિધાનસભાનું સ્પેશિયલ સેશન યોજવા નિર્દેશ કરાયો હતો. સત્ર યોજવા માટેના એજન્ડામાં કોરોનાનું કારણ દર્શાવાયું હતું. તેમાં ફ્લોર ટેસ્ટનો ક્યાંય ઉલ્લેખ કરાયો ન હતો. કોરોના પર ચર્ચા ઉપરાંત ગેહલોત ગૃહમાં ૬ બિલ રજૂ કરવા માગે છે તેવો નિર્દેશ તેમાં કરાયો હતો. ગેહલોત સત્ર યોજીને સ્પીકર દ્વારા પાયલટ ગ્રૂપના ૧૯ બાગી ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવા માગે છે જેથી કોંગ્રેસની સભ્યસંખ્યા ઘટતા આપોઆપ તેમની સરકાર બહુમતીમાં આવી જાય.