સુરતના ઉધના વિસ્તારમાં એક યુવતીને સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેલ કરી બળાત્કાર ગુજારવાનો બનાવ બન્યો હતો. આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર આ યુવતીને ફ્રેંન્ડ રિકવેસ્ટ મોકલી અજાણ્યા પાંચ યુવકોએ મિત્રતા કરી હતી. વતીનો નંબર મેળવી ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદને આધારે આઇટી એકટ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો.