કોરોના વાઇરસની મહામારી વૈશ્વિક ધોરણે વધુ ફેલાતા સલામત રોકાણ તરીકે લોકો અત્યારે સોના અને ચાંદી જેવી કીમતી ધાતુઓને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે અને તેના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના અને ચાંદી જેવી કીમતી ધાતુઓમાં ભાવો વધુ ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. તેની અસરે અમદાવાદ સોના અને ચાંદી બજારમાં પણ આજે બન્ને કીમતી ધાતુઓના ભાવોમાં રોકેટ ગતિએ ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદમાં આજે સોના અને ચાંદી બજારમાં ચાંદીમાં રૂ. ૭,૫૦૦ નો જંગી ઉછાળો આવ્યો હતો અને ચાંદી (૯૯૯) ચોરસાનો ભાવ ગઇકાલના બંધ રૂ. ૬૪,૫૦૦ ની સામે આજે વધીને રૂ. ૭૨,૦૦૦ની નવી ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. એ જ પ્રમાણે ચાંદી રૂપુનો ભાવ પણ ગઇકાલના બંધ રૂ ૬૪,૩૦૦ ની સામે આજે વધીને રૂ.૭૧,૮૦૦ની નવી ઊંચી સપાટીએ આવી ગયો હતો. જોકે ચાંદીના સિક્કાનો ભાવ એક નંગના રૂ ૫૭૫/૭૭૫ બોલાતો હતો.