Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ગૂગલન ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈસાથે વાત કરી હતી. પિચાઈ સાથે તેમની વાતચીતની જાણકરી ખુદ પીએમે ટ્વિટ કરીને આપી હતી.

મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, આજે સવારે સુંદર પિચાઈ સાથે એક ફળદાયી વાતચીત થઈ છે. અમે ભારતના ખેડૂતો, યુવાઓ અને ઉદ્યમીઓના જીવનને બદલવા માટે ટેક્નોલોજીની શક્તિના ઉપયોગ સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરી.

અન્ય એક ટ્વિટમાં પીએમે લખ્યું, વાતચીત દરમિયાન સુંદર પિચાઈ અને મેં કોવિડ-19ના કારણે ઉભરી રહેલા નવા વર્ક કલ્ચર અંગે વાત કરી. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કારણે રમત જેવા ક્ષેત્રોમાં જે પડકાર આવ્યા છે તે અંગે પણ ચર્ચા કરી. અમે ડેટા સુરક્ષા અને સાઇબર સુરક્ષાના મહત્વ અંગે પણ વાત કરી. એજ્યુકેશન, ડિજિટલ ચૂકવણી જેવા ક્ષેત્રોમાં ગૂગલના પ્રયાસો અંગે જાણીને મને ઘણી ખુશી થઈ છે.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું, આજના સમયમાં ભારત સહિત વિશ્વ એક પડકારનો સામનો કરી રહ્યું છે પરંતુ અહીંયાથી નવો રસ્તો નીકળશે. ગત વર્ષે અમે મુંબઈની મુલાકાત કરી હતી. જ્યાં બાળકોને મળ્યા અને તેમને ડિજિટલ મોડથી એજ્યુકેશનથી માહિતગાર કરાવ્યા. સસ્તા સ્માર્ટફોન અને ઈન્ટરનેટ ડેટાની મદદથી ડિજિટલ પેમેન્ટ સરળ બન્યું છે. ઉપરાંત અમે ભારતમાં 75,000 કરોડનું રોકણ કરીશું. જેનાથી ભારતની ડિજિટલ ઈકોનોમીને પ્રોત્સાહન મળશે. કોવિડ-19ના સમયમાં ઓનલાઈન લાઇફલાઇન બની ગઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ