વૈશ્વિક હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટમાં થયેલી સેંધમારી બાદ કેન્દ્ર સરકાર સફાળી જાગી છે અને તેને ટ્વિટરને નોટિસ મોકલી છે. સાઇબર સિક્યુરિટી એજન્સી સીઈઆરટી-ઈને ટ્વિટરને ગ્લોબલ હેકની તમામ જાણકારી, પ્રભાવિત થયેલા ભારતીયોની સંખ્યા તથા ચોરાયેલા ડેટા અંગેની માહિતી પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર નોટિસમાં ટ્વિટર પાસેથી બદ ઇરાદાવાળા ટ્વિટ અને લિંકની વિઝિટ કરનાર ભારતીય ઉપભોક્તાઓની સંખ્યાની તથા પ્રભાવિત લોકોને હેકિંગની જાણ કરાઈ છે કે નહીં તે અંગેની વિગતો પૂરી પાડવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ૧૫ જુલાઈએ હેકર્સે ટ્વિટરની સિસ્ટમમાં ઘૂસીને પૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા, જો બીડન સહિત ઘણી મોટી કંપનીઓના સીઈઓના ટ્વિટર એકાઉન્ટ પર કબજો જમાવી દીધો હતો અને યૂઝર્સને બિટકોઇનમાં રકમનું દાન કરવાની લાલચ અપાઈ હતી. તે ઉપરાંત હેકર્સે એમેઝોનના સીઈઓ જેફ બેજોસ, ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક, માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને બીજી કેટલીક જાણીતી હસ્તીઓના એકાઉન્ટ કરી લીધા હતા.