ગાલવાનમાં ભારતીય જવાનો અને ચીની સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ અંગે કોંગ્રેસે કેન્દ્ર સરકાર ઉપર માછલાં ધોવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ શુક્રવારે પણ કેન્દ્ર સરકારને ઘણા સવાલ કર્યા હતા. તેમણે જારી કરેલા ત્રણ મિનિટના વીડિયો મેસેજમાં ભારત અને ચીન વિવાદનો ગંભીરતાથી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સોનિયા ગાંધીએ જણાવ્યું કે, ચીનના વલણ પ્રત્યે સરકાર જવાબદાર બને અને સ્થિતિ સામાન્ય કરે. રાહુલે પણ આ મુદ્દે પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.