લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર સરકારી કર્મચારી ઓએ પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરમાં આંદોલન શરુ કર્યું છે. ગાંધીનગર માં સત્યાગ્રહ છાવણીમાં આજે સરકારી કર્મચારીઓ દેખાવ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સંયુક્ત કર્મચારી મહામંડળ તરફથી આ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. હાલ આ વિરોધ પ્રદર્શનને કારણે સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.