ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય સુકાની શુભમન ગિલે ઈતિહાસ રચ્યો છે. તેણે મેચના બીજા દિવસે બેવડી સદી ફટકારી છે. ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ પૂર્ણ થઈ ગઈ છે, જેમાં શુભમન ગિલે 387 બોલમાં 30 ફોર અને ત્રણ સિક્સ સાથે 269 રન નોંધાવ્યા છે. ટોંગુની બોલિંગમાં ગિલ કેચઆઉટ થયો છે.