દુનિયાના સૌથી મોટા ઓનલાઇન હેકથોનના ગ્રાન્ડ ફિનાલેને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરતા વડા પ્રધાન મોદીએ શનિવારે એવું જણાવ્યું કે ભારતનું યુવાધન પ્રતિભાનું સ્ટોરહાઉસ છે અને તેઓ દેશની સમસ્યાઓનું નવતર અને સર્જનાત્મક નિરાકરણ લાવી રહ્યું છે અને કોવિડ-૧૯ મહામારીની વચ્ચે પણ ભારતની આગળ લઈ જશે. પીએમ મોદીએ કહ્યું કે દુનિયા જ્યારે કોવિડ-૧૯ મહામારીમાંથી બહાર આવશે ત્યારે એક નવો વૈશ્વિક દૃષ્ટિકોણનો ઉદય થશે. મોદીએ કહ્યું કે આપણે એકથી એક ચઢિયાતા વૈજ્ઞાનિકો આપ્યાં છે. ભારતે ૨૧ મી સદીને અનુરૂપ બદલાવું પડશે. વિકાસ, નવતર પ્રયોગ, સાહસ માટે જરૂરી ઈકો સિસ્ટમ તૈયાર થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ ૧૩૦ કરોડ ભારતીયોની આકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.