કોરોના મહામારી દરમિયાન સામાન્ય અને પેટા ચૂંટણીઓના આયોજન માટે ભારતના ચૂંટણીપંચે શુક્રવારે નવી ગાઇડલાઇન જારી કરી હતી. ચૂંટણીપંચની ગાઇડલાઇન પ્રમાણે ઉમેદવારી પત્ર ઓનલાઇન ભરવાના રહેશે અને ચૂંટણીલક્ષી તમામ પ્રવૃત્તિઓ દરમિયાન ફેસમાસ્ક ફરજિયાત રહેશે. પોસ્ટલ બેલેટની સુવિધા હવે દિવ્યાંગ મતદારો, ૮૦ કરતાં વધુની વયના મતદારો, આવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ અને કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા મતદારોને પણ અપાશે. ચૂંટણીપંચે ઉમેદવારી પત્ર ભરતા સમયે ઉમેદવારની સાથે રહેનારી વ્યક્તિઓ અને વાહનોની સંખ્યા માટે પણ નિયમોમાં બદલાવ કર્યો છે. તે ઉપરાંત ચૂંટણીપંચે સંબંધિત રિર્ટિંનગ ઓફિસર સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરતાં પહેલાં ઉમેદવારીપત્ર ભરવા અને એફિડેવિટ ઓનલાઇન ભરવા અને રજૂ કરવાનો વિકલ્પ પણ આપ્યો છે. પહેલીવાર ઉમેદવારોને ચૂંટણી લડવા માટેની સિક્યુરિટી ડિપોઝિટ ઓનલાઇન જમા કરાવવાનો વિકલ્પ આપ્યો છે.